Citizen Guide Gujarat


હેલ્પ ગાઈડ સ્ક્રિન શોર્ટમાં:
કોર્સ લિસ્ટ: પોર્ટલ પર દરેક પ્રકારના અભ્યાસક્રમ અને તાલીમ જેવી કે પી.એચડી, સ્નાતક, અનુસ્નાતક, પોલીટેક્નીક, આઈટીઆઈ, એમઈએસ વગેરે આવરી લેવામાં આવી છે."Employability Index"ના હિસાબે ઉતરતાંક્રમમાં અભ્યાસક્રમો ગોઠવવામાં આવ્યા છે. "Employability Index" ની ગણતરી"Placement Percentage" અને " Average Salary of the placed candidates"ના ગુણ્યા આધારે નક્કિ કરવામાં આવે છે. તમે જો કોઈ બીજી માહીતી મેળવવા માંગતા હોવ તો એ પણ મેળવી શકો છો. આ લિસ્ટ તમને કોઇ પણ ચોક્કસ કૌશલ્યની માંગ અને પુરવઠાની માહીતી આપે છે. તમે પોતાના જ તાલુકામાં ઉત્તમ ચોક્ક્સ પ્રકારની તાલીમ આપતી સંસ્થા અંગે પણ જાણકારી મેળવી શકો છો. બીજા સંકળાયેલા links:
 સંસ્થાનું લિસ્ટ: અહિ તમને ગુજરાત રાજ્યની દરેક તાલીમ સંસ્થાકે જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે તેમની જાણકારી મળી રહેશે. રજીસ્ટ્રેશન વિના મુલ્યે છે કોઇ પણ સંસ્થા માટે જે કોઇ પણ પ્રકારની તાલીમ સાથે સંકળાયેલી છે. જે સંસ્થાઓ જવાબદારીપૂર્વક ઉત્તમ તાલીમ આપી રહી છે તે પોતાના તાલીમર્થીઓની માહીતી ચોક્ક્સ અમારા પોર્ટલ પર રજૂ કરશે. આ લિસ્ટ સમયાનુસાર સુધારાતુ રહેશે.સંસ્થાઓની દરેક જરૂરી માહીતી મળી રહેશે. "Employability Index"ના હિસાબે ઉતરતાંક્રમમાં સંસ્થાઓ ગોઠવવામાં આવી છે."Employability Index" ની ગણતરી"Placement Percentage" અને " Average Salary of the placed candidates"ના ગુણ્યા આધારે નક્કિ કરવામાં આવે છે.
યેલો પેજીસ / ઓનલાઈન ડિરેક્ટરી:  સંસ્થા દ્વારા જે તાલીમર્થીના મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે તેને સીધા યેલો પેજીસ / ઓનલાઈન ડિરેક્ટરીમાં ઉમેરી દેવામાં આવશે. જ્યાં સુવિધા મેળવનારનો અભિપ્રાય મેળવી તેને આધારે તાલીમાર્થીઓનું પણ રેકિંગ કરવામાં આવશે.
સ્કિલ વાઉચર: ગુજરાત સરકાર દ્વારા આ એક નવી અને અનોખી યોજના  શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા થતી દરેક તાલીમ આ યોજના હેઠળ જ થશે. આ યોજનામાં તાલીમાર્થીને સ્કિલ વાઉચર આપવામાં આવશે અને તેને પોતાની પસંદગીનો અભ્યાસક્રમ અને સંસ્થા પસંદ કરવાની સ્વતંત્રતા રહેશે. તાલીમાર્થી જો પરીક્ષામાં સફળ થાય તે સંજોગોમાં જ સંસ્થાને રકમનું ચુકવણું કરવામાં આવશે. સ્કિલ વાઉચર લિસ્ટમાં વાઉચર મેળવનાર તાલીમાર્થીઓની માહીતી મળી રહેશે.
સ્કિલ વાઉચર મેળવવા અંગેની અરજી: આ સુવિધા દ્વારા તમે સ્કિલ વાઉચર આપવા અંગે વિનંતી કરી શકો છે જેથી કોઇ પણ સંસ્થા આ વાઉચર સ્વિકારવા તૈયાર છે ત્યાં તમે પોતાની પસંદગીનો અભ્યાસ કરી શકો છો.  સ્કિલ વાઉચરની વધુ માહીતી તમને FAQ માં મળી રહેશે.તમે કોઇ બીજાનું નામ પણ સ્કિલ વાઉચર માટે સૂચવી શકો છો. આ લિસ્ટ દરેક સંકળાયેલા વિભાગને આપવામાં આવશે અને જો તમે તેમના કસોટીપ્રમાણમાં આવતા હશે તોતમને વાઉચર થકી થતી તાલીમ માટે સંપર્ક કરાશે તેના માટે આપે ચોક્કસ માહીતી આપવી જરૂરી છે. તમે સ્કિલ વાઉચર માટે વિનંતી કરી છે એનો અર્થ તમને વાઉચર મળશે તેવું ન સમજવા વિનંતી છે. સ્કિલ વાઉચર આપવાનો નિર્ણય્ યોજના અંગે નક્કિ થયેલી ગાઈડલાઈનના અનુસંધાને  વિભાગ દ્વારા લેવાયેલો આખરી નિર્ણય શિરોમાન્ય રહેશે. જે તાલીમાર્થીઓને સ્કિલ વાઉચર મળ્યા છે તેમની માહીતી પોર્ટલ પર મુકવામાં આવશે કે જેથી સંસ્થાઓ તેમનો સંપર્ક  કરી શકે છે.
કાઉન્સીલર / પ્લેસમેન્ટ એજન્સી / લેબર કોન્ટ્રાક્ટર: કોઇ પણ વ્યક્તિ કાઉન્સીલર તરીકે રજીસ્ટ્રેશન વિના મૂલ્યે કરાવી શકે છે. આ કાઉન્સીલર પોતાની સુવિધા બદલ ભાવદર લઈ શકે છે અને તે વસ્તુ રજીસ્ટ્રેશન દરમ્યાન જણાવી શકે છે. તેમનો મોબાઈલ નંબર અને સરનામું જાહેર રહેશે.